teacher

Ramesh Rathva

    

એસ.યુ.વી એજ્યુકેશન કેમ્પસ વલથાણ દ્વારા ચાલતીશ્રી હીરાબેન શિવજીભાઈ ભાવાણી વિદ્યામંદિર શાળામાં આપનું સહૃદય સ્વાગત કરીએ છીએ.

અમારી શાળા બધા જ પ્રકારની સુવિધાઓ અને વિશાળમેદાન ધરાવતી 30 વીઘામાંફેલાયેલી ખૂબ જ સુંદર કેમ્પસ ધરાવતી શાળા છે.આ શાળામાં બાળકોના શારીરિક,માનસિક,બૌદ્ધિકઅને આધ્યાત્મિક વિકાસ માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.જેવા કેભારતીય સંસ્કૃતિ મુજબ જન્મ દિવસ ઉજવણી,કાવ્ય ગાન,નિબંધ લેખન,વકૃત્વ સ્પર્ધા,વીર બાળકો,ભારતનામહાન પુરુષોની જન્મ જયંતિ,15-ઓગસ્ટ,26-મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાથી બાળકોમાં દેશપ્રેમ,વીરતા,સાહસ  જેવા ગુણોનો વિકાસ કરવામાં આવે છે.બાળકનામાનસિક અનેધાર્મિકવિકાસ માટે મહાભારત,રામાયણ,પંચતંત્ર,વીર બાળકો,મહાન પુરુષોનીપ્રેરણાત્મક વાત કરીને સત્ય,નિષ્ઠા,ચારિત્ર્ય,પ્રામાણિકતા,જેવા ગુણો કેળવવામાં આવેછે.

નવા સત્રમાં બાલવાટિકાના બાળકો માટે વિદ્યાભારતીમાં ચાલતી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ રમતા-રમતા બાળકોને શિક્ષણ આપવા માટેનોઅભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે.તે મુજબ બાળકોને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનોવિકાસ કરી પ્રવૃત્તિ સાથે સંસ્કાર અને શિક્ષણ આપવાનું આયોજન કરેલ છે. તથા ધોરણ 1 થી ૮ માં NEP-2020 મુજબ શૈક્ષણિકકાર્યનું આયોજન કરેલ છે.આ માટે ભાષા શીખવાના ક્રમ અનુસાર શ્રવણ,કથન,વાંચન અને લેખન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે.બાળકોના વ્યક્તિત્વ વિકાસ,ધીરજ,શૌર્ય,આત્મવિશ્વાસ,શારીરિક,પ્રાણીક,મનની કેળવણી દ્વારા બાળકોનો સર્વાંગીણ વિકાસ માટે અલગ-અલગ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરીઉપરોક્ત વિષયમાં શ્રેષ્ઠ પ્રગતિ કરવાનો સંકલ્પ કર્યો છે.

            v  આગામી વર્ષના સંકલ્પો.

Ø શિક્ષણ અને કેળવણીનો સમન્વય

Ø ધોરણ 10 નું 100 ટકા પરિણામ

Ø વૈદિક ગણિતના ક્લાસ શરૂ કરવા

Ø વાંચન લેખન અને ગણન પર વિશેષ કાર્યક્રમો

Ø પ્રવૃત્તિ આધારિત શિક્ષણ

Ø શિક્ષણ માટે ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ

Ø સ્પોટસ (રમત-ગમત)પર વિશેષ ધ્યાન અને તાલુકા,જિલ્લા,રાજ્ય કક્ષાએ ભાગલેવો

Ø NEP-2020 મુજબ શૈક્ષણિક કાર્ય

Ø શિક્ષકોની બે મહિને એકવાર તાલીમ

Ø પ્રાર્થનામાં સમાચાર,જાણવા જેવું, પ્રેરક પ્રસંગ કહેવાની વ્યવસ્થા કરીશું.(શિક્ષકોતથા બાળકો દ્વારા)

Ø શિક્ષણનું માળખું 5 + 3 + 3 + 4 મુજબ વ્યવસ્થા કરીશું.

Ø બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવશે.(રમત અને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ)

Ø ધોરણ છ થી આઠ માં ઔદ્યોગિક એકમોની મુલાકાત લેવી